કે.વિ.કે. દેવાતજ દ્વારા “રાષ્ટ્રિય દુધ દિવસ” ની ઉજવણી
૨૬ નવેમ્બર ને રાષ્ટ્રિય દુધ દિવસ તરીકે ડૉ. વરગીસ કુરિયનની યાદમાં ઉજવવામાં આવે છે જે શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખાય છે. આ દિવસ લોકોને દુધ અને તેની બનાવટોની અગત્યતા બાબતે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવાતજ દ્વારા સોજિત્રા તાલુકા ના પલોલ ગામ ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૭૨ ખેડુત ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા. કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી ડૉ. જી.જી.પટેલે રાષ્ટ્રીય દુધ દિવસ ઉજવવા પાછળનો ઇતિહાસ સમજાવ્યો હતો. ત્યારબાદ ડૉ. શ્રીકાંત કાટોલે, વૈજ્ઞાનિક (પશુપાલન) એ દુધની અગત્યતા વિશે માહિતિ આપી હતી. દુધ એ બાળક, તરુણ, યુવાન, વૃધ્ધ, દર્દીઓં દરેક માટે સંપૂર્ણ આહાર છે. જેમાંથી બધા જ પોષક તત્વો મળે છે. તેમણે ખેડુત બહેનોને પશુઓને બાંધવાની જગ્યાએ સાફ – સફાઇ રાખવી, પશુઓને દરરોજ નવડાવવા, દુધના વાસણો સ્વચ્છ રાખવા,પશુઓને રસીકરણ સમયસર કરાવતા રહેવુ વગેરે બાબતો વિશે માહિતી આપી. તે ઉપરાંત તેમણે દુધની ઉત્પાદકતા કઇ રીતે વધારવી તથા તેની ક્વોલિટી કઇ રીતે જાળવી રાખવી તે પણ સમજાવ્યુ હતુ તથા પશુપાલનમાં નવી ટેકનોલોજી વિશે પણ માહીતી આપી હતી. ડો. ભરતભાઇ પટેલ, વેટરીનરી ઓફિસર, સોજીત્રાએ ગુજરાત સરકારની પશુપાલનની વિવિધ સ્કીમ વિષે માહિતી આપી. તેમજ આ વિસ્તારમાં પશુપાલનમાં થતાં વિવિધ રોગો વિષેની માહિતી આપી. ત્યારબાદ તેમણે પશુપાલકોને મુંઝવતાં પ્રશ્નોનું નિરાકરણ કર્યું. ઝારોલા ગામના શ્રી જયેશભાઈ પટેલ કે જે પ્રગતિશીલ પશુપાલક છે તેમણે પોતાના પશુપાલનના અનુભવની ચર્ચા કરી તથા ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરી વધુ આવક મેળવવાની સલાહ આપી. કેન્દ્રના વૈજ્ઞાનિક (બાગાયત) શ્રીમતી અમીતાબેન બી. પરમારે સમગ્ર પ્રોગ્રામનું સંચાલન કર્યુ હતુ તેમજ દૂધમાં મુલ્ય વર્ધન તથા તેની વાનગીઓ જેવી કે દહી, પનીર, શ્રીખંડ, ઘી, વગેરે વિશે સમજાવ્યુ હતુ.