Latest News

Weather

Anand

Latitude - 22.58°N       Longitude - 72.92°E       Altitude - 45.1 m

TODAY'S WEATHER 

29/06/2024, [Saturday]
Temperature (°C)
Max Min
34.5 27.0
Relative Humidity 88 Wind Speed 6.7
Wind Direction SW Bright Sunshine 2.6
Evaporation 3.7 Rainfall 11.4
Weather Remarks


ગ્રામીણ કૃષિ મૌસમ સેવા

હવામાન આગાહી આધારિત કૃષિ સલાહ બુલેટીન

 

આણંદ જીલ્લો  

 

કૃષિ સલાહ

 

હવામાન સારાંશ

  • હવામાન કેન્દ્ર, ભારત મૌસમ વિભાગ, અમદાવાદની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમ્યાન, આણંદ જીલ્લામાં હવામાન ભેજવાળું તથા આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેવાની સંભાવના છે, અમુક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. મહતમ તાપમાન ૩૪ થી ૩૬ ડીગ્રી સે. ની આસપાસ, લઘુતમ તાપમાન ૨૬ થી ૨૭ ડીગ્રી સે. તથા હવામાં ભેજનું પ્રમાણ ૫૫ થી ૮૨ ટકા રહેવાની શક્યતા છે, પવનની સરેરાશ ઝડપ ૨૪ થી ૨૯ કિમી/કલાક તેમજ પવનની દિશા મોટેભાગે દક્ષિણ-પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે.
  • આગોતરું અનુમાન: ૦૩ થી ૦૯ જુલાઈ, ૨૦૨૪ દરમ્યાન ગુજરાત વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું અને લઘુત્તમ તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

સામાન્ય સલાહ

  • ચોમાસું પાકોની વાવણી માટે જમીનની ખેડ કરી ભલામણ મુજબ છાણીયું ખાતર નાખી જમીન તૈયાર કરવી. જે વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયેલ હોય તો ચોમાસું પાકોનું વાવેતર શરુ કરવું.
  • જમીન જન્ય રોગનો ઉપદ્રવ થાય નહિ તે માટે પાકના બીજને વાવેતર પહેલા થાયરમ અથવા મેન્કોઝેબ અથવા વીટાવેક્ષ પૈકી કોઈ એક દવાનો  ૨-૩ ગ્રામ પ્રતિ કિ.ગ્રા.બીજ મુજબ પટ આપવો.
  • મરચી, ટામેટી, રીંગણ જેવા શાકભાજી પાકોની ચોમાસું ઋતુમાં રોપણી માટે ધરૂવાડિયા તૈયાર કરવા.
  • આગોતરા વાવેતર કરેલ ચોમાસું પાકોમાં વરાપ થયે આંતરખેડ, નિંદામણ, પારવણી, ખાલા પૂરવા વગેરે જેવા ખેતીકાર્યો કરવા.
  • ખેતર/ધરૂવાડિયામાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી.
  • હવામાન આધારિત કૃષિ સલાહ અંગેની સ્થાનિક ભાષામાં માહિતી મેળવવા માટે મોબાઈલમાં મેઘદૂત એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો:

એન્ડ્રોઈડ યુઝર્સ માટે: https://play,google.com/store/apps/details?id=com.aas.meghdoot

આઈ.ઓ.એસ યુઝર્સ:  https://apps.apple.com/in/app/meghdoot/id1474048155

પાક

પાક અવસ્થા

રોગ/જીવાત

કૃષિ સલાહ

કેળ

લૂમનો વિકાસ/

ફળ પરિપક્વતા

 

  • કેળના પાકમાં જમીનમાં ભેજ અને હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ નિયમિત પાણી આ૫વું.
  • કેળની ફરતે પવન અવરોધક વાડ કરવી જરૂરી છે તેના માટે ઝડપી વૃદ્ધિ કરતી શેવરી અનુકૂળ છે.
  • લૂમની વિકાસ અવસ્થાએ વધુ ઝડપી પવન સામે રક્ષણ માટે લાકડાં અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો.
  • કેળના નીચેના ભાગના રોગવાળા પાન સતત કાપી દૂર કરવા. લૂમ પૂરેપૂરી નીકળી ગયા બાદ નીચેનો લાલ રંગનો ડોડો કાપીને દૂર કરવો તથા કેળાની ટોચે રહેલો કાળો ભાગ દૂર કરવો જેથી ફળોના ફૂગજન્ય રોગો આવતા અટકાવી શકાય.

સીગાટોકા

 

 

  • કેળના પાકમાં સીગાટોકા રોગના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝિમ ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૫ મી.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી આકાશ ચોખ્ખું રહે ત્યારે છંટકાવ કરવો.

લામ પાક

  • કેળનો લામ પાક લેવો હોય તો લૂમ સંપૂર્ણ નીકળી ગયા બાદ સારો તંદુરસ્ત એક પીલો રાખી બાકીના પીલા નિયમિત કાપતાં રહેવું

જાતની પસંદગી

(નવી રોપણી)

  • કેળની રોપણી માટે પેશીસંવર્ધનથી ઉછેરેલા છોડની જાતો જેવી કે ગ્રાન્ડ-નેઈન, રોબસ્ટા, બસરાઈ વગેરેની પસંદગી કરવી.
  • રોપણી સમય: કેળની રોપણી ૧પ જુન થી ૧પ ઓગસ્ટ દરમ્યાન કરવી.

ચોમાસું

 ડાંગર

 

 

 

જાતોની પસંદગી

  • વહેલી પાકતી જાત ઓરાણ માટે: જીઆર-૫, ૮, ૯, આઈઆર-૨૮, જીઆર-૧૭ (સરદાર), એનવીએસઆર-૩૯૬
  • વહેલી પાકતી જાત ફેરરોપણી માટે: મહિસાગર
  • મધ્યમ મોડી પાકતી જાતો: જીઆર-૧૧, ૧૩, જયા, ગુર્જરી, આઈઆર-૨૨, જીઆર-૧૫, દાંડી, જીએઆર-૧૩
  • મોડી પાકતી જાતો: મસુરી, જીઆર-૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪ અને નર્મદા.

ધરૂવાડિયું

  • સારી નિતારવાળી સપાટ અને પિયતની સગવડ હોય તેવી જમીનમાં એક હેક્ટર (૧૦૦ ગુંઠા) ની રોપણી માટે ૧૦૦૦ ચો.મી. (૧૦ ગુંઠા) વિસ્તારમાં ધરૂવાડિયું તૈયાર કરવું. ભારે કાળી જમીનમાં ગાદી ક્યારા અને ગોરાડું જમીનમાં સપાટ ક્યારા બનાવવા જે માટે જમીનમાં ૧૦ મીટર x ૧ મીટરના સપાટ ક્યારા બનાવી વચ્ચે પિયત તથા નીક બનાવવી. પ્રતિ ક્યારા દીઠ પાયામાં ૨૦ કિલો સારું કહોવાયેલ છાણીયું ખાતર + ૧ કિલો દિવેલી ખોળ + ૨૫૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ + ૫૦૦ ગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ આપવું. વાવણીના ૧૫ દિવસ બાદ ક્યારા દીઠ ૨૫૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ પૂર્તિ ખાતર તરીકે આપવું.

બીજનો દર અને  માવજત

  • બીજનો દર: ૨૫-૩૦ કિ.ગ્રા./હે.
  • સૂકી બીજ માવજત માટે ૧ કિલો બીજ દીઠ ૩ ગ્રામ કાર્બેન્ડાઝીમ-૨૫ એસ.ડી. અથવા થાયરમ દવાનો પટ આપવો અને ભીની બીજ માવજત માટે ૨૫ કિલો બીજને ૨૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન દવાના દ્રાવણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવણી કરવી.

શાકભાજી પાકો

 

જાતની પસંદગી/

ધરૂ ઉછેર

જાતો:

મરચી: સુધારેલી જાતો કે જીવીસી-૧૦૧, જીવીસી-૧૧૧, જીવીસી-૧૨૧, જ્વાલા, એવીએનપીસી-૧૩૧ અને હાઇબ્રીડ જાતો જેવી કે ગુજરાત આણંદ સંકર મરચી-૧,૨ એસ-૪૯.

ટામેટી: આણંદ ટામેટા-૩, ગુજરાત આણંદ ટામેટા-૫, ૮, અર્કા રક્ષક

રીંગણ: ગુજરાત આણંદ રીંગણ-૬, ગુજરાત આણંદ રીંગણ હાઇબ્રીડ-૩, જી.એ.ઓ.બી-૨

  • મરચી, ટામેટી, રીંગણ જેવા શાકભાજી પાકોની ચોમાસું ઋતુમાં રોપણી માટે ધરૂના ઉછેર માટે ગાદી ક્યારા અથવા ટ્રેમાં કોકોપીટનો ઉપયોગ કરીને બીજની વાવણી હાથ ધરવી. ધરૂવાડિયામાં જીવાત સામે રક્ષણ માટે (૭૫ ટકા છાયાવાળી) સેડ નેટનો ઉપયોગ કરવો.
  • આશરે ૧૦૦ કિ.ગ્રા. પ્રતિ એક ગુંઠા મુજબ કોહવાયેલુ છાણીયું ખાતર અથવા ૧૦ કિ.ગ્રા. પ્રતિ એક ગુંઠા મુજબ દિવેલીનો ખોળ ધરૂવાડિયાની જમીનની તૈયાર કરતી વખતે જમીનમાં સારી રીતે ભળી જાય તેમ આપવું. રાસાયણિક ખાતરો એક ગુંઠા મુજબ ૫૦૦ ગ્રામ નાઈટ્રોજન અને ફોસ્ફરસ ગાદી ક્યારા તૈયાર કર્યા બાદ બીજની વાવણી પહેલા પુંખીને જમીનમાં કોદાળી કે પંજેટીથી સારી રીતે ભેળવવું.

ચોમાસું બાજરી

 

જમીનની તૈયારી/

વાવેતર

  • ચોમાસું બાજરીની વાવણી માટે  જીએચબી-૫૩૮, જીએચબી-૫૭૭, જીએચબી-૭૧૯, જીએચબી-૭૩૨ અને જીએચબી-૭૪૪ જેવી જાતોની પસંદગી કરવી.
  • વાવેતર સમય: વાવણી લાયક વરસાદ થયે તુરંત જ વાવેતર કરવું.
  • બિયારણનો દર અને વાવેતર અંતર: હેકટરે બિયારણ નો દર ૪ કિ.ગ્રા. પ્રમાણે રાખી દંતાળથી બે હાર વચ્ચે ૪પ  અથવા ૬૦ સે.મી. અંતર રહે અને બીજ જમીનમાં ૪ સેં.મી.થી વધારે ઉંડે ન જાય તે રીતે વાવેતર કરવું.
  • ખાતર: હેકટર દીઠ ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ છે. જેમાંથી અડધો નાઈટ્રોજન અને બધોજ ફોસ્ફરસ વાવેતર અગાઉ ચાસમાં  નાખવો.

ઘાસચારાના પાકો

 

જમીનની તૈયારી/

વાવેતર

  • ઘાસચારાની મકાઈ માટે જાતો: ગંગા સફેદ-૨, ૫, ગુજરાત મકાઈ-૧, ૨, ૩, ૪, આફ્રિકન ટોલ
  • ઘાસચારાની જુવારની જાતો: ગુજરાત જુવાર-૪૨, જીએફએસ-૧, ૪, ૫, સીએસવી-૨૧ એફ. એસ-૧૦૧૯
  • ધાસચારા બાજરીની જાત: ગુજરાત ધાસચારા બાજરી-૧

બીડી તમાકુ

 

જમીનની તૈયારી/

વાવેતર

  • પિયત વિસ્તાર માટે: આણંદ-૨, આણંદ-૧૧૯, ગુજરાત તમાકુ-૫, આણંદ બીડી તમાકુ-૧૦, ગુજરાત આણંદ બીડી તમાકુ-૧૧, ગુજરાત તમાકુ હાઇબ્રીડ-૧, જીએબીટીએચ-૨
  • બિનપિયત વિસ્તાર માટે: ગુજરાત તમાકુ-૪, ૭

ચોમાસું તુવેર

 

 

  • વહેલી પાકતી જાતો:  ગુજરાત તુવેર-૧, ગુજરાત તુવેર-૧૦૦,  ગુજરાત તુવેર-૧૦૧,
  • મધ્યમ મોડી પાકતી જાતો:  બીડીએન-૨, એજીટી-૨, વૈશાલી
  • વાવેતર સમય: જૂન–જુલાઈ મહિનામાં વાવેતર લાયક વરસાદ પડે કે તરત જ તુવેરની વાવણી કરવી.
  • બીજનો દર: ૨૦ થી ૨૫ કિ.ગ્રા./હે (વહેલી પાકતી જાત) અને ૧૫ થી ૨૦ કિ.ગ્રા./હે (મધ્ય મોડી પાકતી જાત)
  • વાવણી અંતર: ૪૫ થી ૬૦ સે.મી x ૧૫ થી ૨૦ સે.મી. (વહેલી પાકતી જાત)

         ૭૫ થી ૯૦ સે.મી x ૨૫ થી ૩૦ સે.મી. (મધ્યમ મોડી પાકતી જાત)

  • બીજ માવજત: ફૂગનાશક દવા જેવી કે થાયરમ કે કેપ્ટાન ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજ દીઠ નો પટ આપવો અને જૈવિક ખાતર જેવા કે રાઈઝોબીયમ  ૫ મિ.લિ./કિ.ગ્રા. બીજનો પટ આપવો અને જો ફૂગનાશક દવાનો પટ આપેલ હોય તો ભલામણ કરેલ જૈવિક ખાતરથી બમણું પ્રમાણથી બીજ ને પટ આપવો. .
  • રાસાયણિક ખાતર: ૨૫ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૫૦ કિ.ગ્રા. ફોસ્ફોરસ વાવણી પહેલ ચાસમાં ઓરીને આપવું. જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો ૨૦ કિ.ગ્રા. સલ્ફર/હે. આપવું.

પશુપાલન

  • પશુઓને યોગ્ય આહારમાં ખનિજતત્વ મિશ્રણ (મિનરલ મિક્ષ્ચર) રોજનું ૩૦ થી ૪૦ ગ્રામ પ્રમાણે આપવું.
  • ચોમાસાની શરૂઆતમાં પશુઓમાં ગળસુંઢો, ગાઠીયો તાવ તથા ખરવા-મોવાસા જેવા ચેપીજન્ય રોગો સામે રોગપ્રતિકારકતા માટે સમયસર રસી મુકાવવી.
  • વરસાદના સમયે પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા. વરસાદ દરમ્યાન ઘાસચારો પાણીથી પલળે નહિ તેનું ધ્યાન રાખવું. પશુઓના રહેઠાણમાં માખી મચ્છરથી રક્ષણ માટે ફીનાઈલ છાંટવું.


 

 
 
Photo Gallery X