વેટરનરી કોલેજ, આણંદના નેજા હેઠળ કૃષિ વિકાસ વર્ષ ર૦૧૪-૧પ અંર્તગત એક દિવસીય બકરા પાલન તાલીમ કાર્યક્રમ આર.બી.આર.યુનિટ તથા પશુપાલન સંશોધન કેન્દ્ર, રામના મુવાડાના સંયુકત ઉપક્રમે તા. ર૭/૦૩/ર૦૧પ ના રોજ યોજાઈ ગયો. આ પ્રોગામમાં આશરે ૮૦ બકરા પાલકોએ ભાગ લીધેલ હતો.
આ કાર્યક્રમમાં ડૉ.અંકિતા કિલ્લેદાર, વિભાગીય વડા, આર.બી.આર.યુ, ડૉ.વી.પી.બેલસરે, સહ સંશોધન વૈજ્ઞાનિક, રામના મુવાડા, ડૉ.આર.એન પટેલ, વેટરનરી ઓફીસર, મહુધા, ડૉ.ડી.સી.પટેલ, પ્રોફેસર, એનિમલ ન્યુટ્રીશન, ડૉ.એન.પી.સરવૈયા, વૈજ્ઞાનિક, આર.બી.આર.યુ, ડૉ.એ.પી.પરમાર, વૈજ્ઞાનિક, રામના મુવાડા એ હાજરી તથા બકરા પાલન અંગે વ્યાખ્યાન આપેલ હતુ. પ્રોગ્રામ દરમ્યાન તાલીમાર્થીને બકરા પાન પુસ્તીકા, બકરા પાલન ગીત તથા બકરા પાલન અંગે અન્ય ઉપયોગી માહિતી આપવામાં આવી.
વ્યાખ્યાન બાદ તાલીમાર્થીઓએ રામના મુવાડા બકરા ફાર્મની મુલાકાત લીધેલ હતી. આ કાર્યક્રમમાં રામના મુવાડા, વડથલ, મહુધા, મહેમદાવાદ, નડિયાદ, પાલેજ (જી.ભરૂચ) ના તાલીમાર્થીઓએ ભાગ લીધેલ હતો કાર્યક્રમને સફળ બનાવેલ હતો.